News of Thursday, 13th June 2024
આદિત્યાણામાં મોટા ભાઇ દ્વારા નાના ભાઇની હત્યા : દારૂ પીવામાં ડખ્ખો ?

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૩ : રાણાવાવના આદિત્યાણામાં રાત્રે મોટાભાઇ દ્વારા નાના ભાઇ રામા ઉર્ફે પવન અરજણ કટારાની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર જાગી છે. મરનાર રામા ઉર્ફે પવન દારૂ પીવાની ટેવવાળો હોય દારૂ પીવાના ડખ્ખામાં આ હત્યા થયાનું પોલીસની તપાસમાં પ્રાથમિક તારણ બહાર આવ્યું છે.
રાણાવાવના આદિત્યાણામાં મોટાભાઇ જગા કટારાએ તેના નાના ભાઇ રામા કટારાની હત્યા કરી નાખ્યાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે. આદિત્યાણામાં રામા ઉર્ફે પવનની હત્યા કોણે કરી ? અને ક્યા કારણથી કરી ? તે અંગે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ હત્યા સંબંધે કેટલીક વ્યકિતની પોલીસે તપાસ હાથ ધરી છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
