તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
સૌરાષ્ટ્રમાં દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં એક વેપારીને ત્યાં સીબીઆઇ તથા ઈન્કમ ટેકસ વિભાગના દરોડા: રસ્તાઓ બંધ કરી દેવાયા? મોટી રોકડ મળ્યાની ભારે ચર્ચા: મોટુ ઓપરેશન ચાલી રહ્યું છે

દ્વારકા પંથકમાં સુરજકરાડી ખાતે લોહાણા મહાજન વાડી પાસેના વિસ્તારમાં આવકવેરા અને સીબીઆઇની ટીમો દ્વારા વ્યાપક ચેકીંગ ચાલુ હોવાનું જાણવા મળે છે. રસ્તાઓ બંધ કરાયા: નજીકના રહેવાસીઓને ઘેર જતા અટકાવાતા હોવાની ભારે ચર્ચા. મોટી માત્રામાં રોકડ રકમ મળ્યાની વાત ચર્ચાઈ રહી છે.
કોન્ટ્રાકટર ભંગારનો વેપારી ટાટા જેવી કોઈ મોટી કંપનીના કોન્ટ્રાકટર હોવાનું અને ખૂબ જ મોટું કૌભાંડ પકડાવાની શક્યતા હોવાની ભારે ચર્ચા છે. સ્થાનિક પોલીસ કે તંત્રને મહદંશે સાથે નહિ રાખવામાં આવ્યાનું પણ બહાર આવ્યું છે. (કૌશલ સવજાણી જામ ખંભાળિયા.)
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
