તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 13th June 2024
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા મંત્રી બન્યા બાદ પ્રથમ વાર કાલે ભાવનગરમાં: શહેર ભાજપ દ્વારા 'વિજય ગૌરવ યાત્રા' યોજાશે

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર:લોકસભા જીતીને કેન્દ્રીય રાજ્ય મંત્રી બનનાર એક માત્ર ભાવેણાવાસી અને સુપર વુમન કહી શકાય એવા નિમુબેન બાંભણીયા, ગ્રાહક સુરક્ષા અને અન્ન પુરવઠા મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી બન્યા બાદ પ્રથમ વાર ભાવનગર આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટેની 'વિજય ગૌરવ યાત્રા'ની તૈયારીઓ માટે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં સાંજના ૬ કલાકે એક બેઠક મળેલ, જેમાં ત્રણેય મહામંત્રીશ્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલીયા સહિત અપેક્ષિત હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને કાર્યકરો ઉપસ્થિત રહેલ.
આ બૃહદ બેઠકનું સંચાલન પાર્થભાઈ ગોંડલીયાએ તેમજ આભારવિધિ નરેશભાઈ મકવાણાએ તેમજ ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત નરેન્દ્રસિંહ ગોહિલે અને અભયસિંહ ચૌહાણનું ખેસ પહેરાવીને જસુભાઈ ગાંધીએ સન્માન કરેલ. અંતે શહેર અધ્યક્ષશ્રીએ સૌને માર્ગદર્શન આપેલ અને બેનર પુષ્પગુચ્છ, પાણી, મીડિયા, માઇક અને શમીયાણા જેવી વ્યવસ્થા તેમજ વિજય ગૌરવ યાત્રાના શહેરના તેમજ પૂર્વ અને પશ્ચિમ વિધાનસભા વાઇઝ પ્રભારીઓની જવાબદારીઓ સોંપવામાં આવેલ.
તા. ૧૪ જૂન શુક્રવારના રોજ સાંજે ૫ કલાકે મસ્તરામ બાપા મંદિરેથી શરૂ થનારી આ વિજય ગૌરવ યાત્રા વડલા, વિઠ્ઠલવાડી, નિલમબાગ સર્કલ કે, જ્યાં રા. રા. શ્રી કૃષ્ણકુમારસિંહજીને પુષ્પાર્પણ કરીને બહુમાળી, માધવરત્ન, ચાવડીગેટ, એસટી બસસ્ટેન્ડ, પાનવાડી તેમજ જશોનાથ સર્કલ થઈને શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન સભામાં ફેરવાશે.
આ વિજય ગૌરવ યાત્રામાં શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, તમામ સેલ, મોરચાઓ અને સમિતિઓના હોદ્દેદારો, કાર્યકરો અને વિવિધ સમાજના આગેવાનો, મિત્રો અને શુભેચ્છકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
