<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

મોરબીના લીલાપર રોડ પર અજાણી સ્ત્રીના મૃતદેહ મામલે હત્યાનો ગુન્હો નોંધાયો

લીલાપર કેનાલ રોડ પર ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના નાલા માંથી એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળ્યો હતો

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના લીલાપર કેનાલ રોડ પર ક્લાસિક પાર્ટી પ્લોટની બાજુમાં કેનાલના નાલા માંથી એક અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે ફોરેસિક રીપોર્ટ આવતા મોરબી એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

   મોરબીના લીલાપર કેનાલ રોડ પર ક્લાસિક પાર્ટી પ્લોટ બાજુમાં કેનાલના નાલામાંથી ગત તા. ૧૦ ના રોજ અજાણી સ્ત્રીનો મૃતદેહ મળી આવ્યો હોય જેની જાણ થતા જ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ સ્થળ પર દોડી જઈને અજાણી સ્ત્રીનો મૃતદેહ કોહવાયેલ હાલતમાં હોવાથી તેને ફોરેસિક પી એમ માટે ખસેડવામાં આવ્યો હતો જે રીપોર્ટ આવતા અજાણી સ્ત્રીની ઉમર આશરે ૨૫ થી ૪૦ વર્ષ સુધીની છે અને મૃતક સ્ત્રીને ગળેટુપો આપી કોઈ કારણોસર અજાણી વ્યક્તિએ  હત્યા કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં પી એસ આઈ એચ આર જાડેજા એ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:01 PM IST)