<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

પત્ની સાથે છુટાછેડા થયા બાદ પણ પૂર્વ પતિએ મહિલાના ઘરમાં જઈને તોડફોડ કરી ધમકી આપી.

મહેન્દ્રનગર નજીક સત્યમ પાર્ક સોસાયટીમાં પૂર્વ પતિએ દંપતીના ઘરમાં જઈને કુહાડી જેવા હથિયાર વડે તોડફોડ કરી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના મહેન્દ્રનગર નજીક સત્યમ પાર્ક સોસાયટીમાં પૂર્વ પતિએ દંપતીના ઘરમાં જઈને કુહાડી જેવા હથિયાર વડે તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે સત્યમપાર્ક સોસાયટીમાં રહેતા ભારતીબેન કુલ્દીપ્ભાઈ રાઠોડે મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના આરોપી મહેશભાઈ તુલસીભાઈ પરમાર સાથે લગ્ન થયેલ હોય અને બાદમાં ભારતીબેને કોર્ટ દ્વારા છુટાછેડા લઇ લીધેલ હોય અને ભારતીબેનએ સાહેદ કુલદીપ સાથે લગ્ન કરેલ હતા જે બાબતનો ખાર રાખી આરોપી મહેશભાઈ કુવાડી જેવા હથિયાર લઈને ભારતીબેનના ઘરમાં પ્રવેશ કરી ભારતીબેન અને કુલદીપભાઈને ગાપી આપ ઘરમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

(11:34 PM IST)