<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

મોરબીના વાવડી રોડ પર જુગાર રમતા ત્રણ ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના વાવડી રોડ પર કપિલા હનુમાન પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

   મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન વાવડી રોડ પર કપિલા હનુમાન પાસે જાહેરમાં જુગાર રમતા દીપકભાઈ બટુકલાલ પારેખ, જાવેદશા રસુલશા શામદાર અને સલીમભાઈ હાજીભાઇ સુમરાને રોકડ રકમ રૂ.૧૫૭૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:37 PM IST)