<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th June 2024

મોરબીના નવી ટીંબડી ગામ નજીક અજાણ્યા પુરુષે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો.

( પ્રવીણ વ્યાસ દ્વારા )મોરબી તાલુકાના નવી ટીંબડી ગામ નજીક અજાણ્યા પુરુષે આપઘાત કરી લીધો હોય જે બનાવ મામલે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

   નવા સાદુળકા ગામ વાઘડીયા વાળી શેરીમાં રહેતા કેતનભાઈ દેલવાડીયાએ તાલુકા પોલીસ મથકમાં જાણ કરી હતી કે નવી ટીંબડી ગામ પાસે પાણીના નાલામાં અજાણ્યા પુરુષે બાવળની ડાળીમાં સાડીનો કટકો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જે બનાવને પગલે તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે


 

(11:41 PM IST)