News of Friday, 14th June 2024
મુન્દ્રા પોર્ટ ઉપર ઝાડુના નામે સોપારીની દાણચોરી: સવા બે કરોડની સોપારી સીઝ
સરકારને કરોડોનો ચૂનો ચોપડતા ગદ્દાર દાણચોરોને ઝડપવા દેશપ્રેમી કડક અધિકારીઓની નિયુક્તિ જરૂરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ : આયાત નિકાસ માટેની સરકારની યોજનાનો ગેરલાભ લઈ દાણચોરી આચરતાં રાષ્ટ્રદ્રોહી તત્વો સામે એજન્સીઓની સયુંકત તપાસ કરી તેમની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કડક હાથે ડામી દેવાની જરૂરત છે. કચ્છના મુન્દ્રા બંદરે ફરી એકવાર સોપારીની દાણચોરીનો કારસો ઝડપાયો છે. ઈન્ડોનેશિયાથી ઝાડુ ન ઓઠા તળે મંગાવાયેલ ૨.૫ મેટ્રિક ટન અંદાજે ૨.૨૫ કરોડની સોપારી કસ્ટમ વિભાગે સીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ માલ મંગાવનાર અને તેને છોડાવનાર પાર્ટી વિશે તપાસ ચાલુ છે. જોકે, હજુ સત્તાવાર માહિતી અપાઈ નથી. કસ્ટમ હોય કે ડીઆરઆઈ બન્ને એજન્સીઓએ માહિતી આપી રાષ્ટ્રદ્રોહી તત્વોને ઉજાગર કરવા જોઈએ તેને બદલે બનાવની તપાસના નામે માહિતી છુપાવાય વધુ છે. ખરેખર એજન્સીઓ જો.પારદર્શક કડક કામગીરી કરે તો તેમનું બાતમીદારોનું નેટવર્ક પણ વધુ વિસ્તૃત બને એમ છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
