તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 14th June 2024
ભાવનગર નજીકના વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ચાર મહિના માટે બંધ રહેશે

ભાવનગર, તા.૧૪: ભાવનગરથી ૪૫ કિલોમીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જે વર્ષાઋતુને કારણે ૪ મહિના માટે બંધ રાખવામાં આવે છે જેની તમામ મુલાકાતી તથા વન્યાપ્રાણી પ્રેમીઓએ નોંધ લેવા જણાવ્યું છે.
મદદનીશ વન સંરક્ષક કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર દ્વારા આગામી વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) મા કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે આગામી તા.૧૬/૬/૨૦૨૪ થી તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી બંધ રાખવામાં આવશે. જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંધ લેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગર થી માત્ર ૪૫ કિલોમીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહિ પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. બ્લેકબગ એટલે કે કાળીયાર હરણની એક પ્રજાતિ માટે ખુલ્લા ઘાસના મેદાન અને સમતલ જગ્યા સ્વર્ગ સમાન છે. આજે વેળાવદર ખાતે ઉદ્યાનમાં અને બહાર મળી કુલ ૭ હજાર જેટલા કાળીયાર મુક્ત રીતે વિસરે છે. રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી અહિયાં કાળીયાર સાથે લગભગ ૧૦૦ કરતા વધુ પ્રજાતિના પક્ષી, વરુ, શિયાળ અને ઝરખ જેવા પ્રાણીઓ પણ મુક્ત રીતે વસવાટ કરે છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વરુની સૌથી વધુ વસ્તી હોવાનું અનુમાન છે.
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
