News of Friday, 14th June 2024
કચ્છમાંથી ઝડપાયેલ આયુર્વેદિક સીરપમાં આલ્કોહોલ
રાજકોટ લેબના રિપોર્ટ બાદ મોરબીના બિલાલ સહિત ત્રણ સામે ગુનો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૪ : કાયદાની છટકબારી નો લાભ લઈ આયુ. સીરપના નામે કેફી દ્રવ્યનું મિક્સિંગ કરનાર તત્વો વિરૂદ્ધ સરકારે કડક પગલાં ભરવાની જરૂરત છે. ગત ૧૪ સપ્ટે.ના ભુજમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ કંપનીમાં બહારગામથી મંગાવાયેલ આયુ.
સીરપનો જથ્થો પોલીસે ઝડપ્યા બાદ તેને ટેસ્ટિંગ માટે રાજકોટ લેબમાં મોકલતાં આ સીરપમાં ૧૫ ટકા જેટલું આલ્કોહોલ નું પ્રમાણ હોવાનું ખૂલ્યું છે. આયુ. સીરપનો જથ્થો આલ્કોહોલની ભેળસેળ વાળો હોઇ પોલીસે આ માલ મંગાવનાર નખત્રાણા (કચ્છ) ના વિક્રમસિંહ રાણસિંહ રાઠોડને ઈકો કારમાં રાખેલા ૧.૮૪ લાખના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
આ માલ મોરબીના બિલાલ નામના ઈસમે મોકલ્યો હતો તેની ડિલિવરી નખત્રાણાના મહાવીરસિંહ ચમનજી ચૌહાણને આપવાની હતી. પોલીસે આ ત્રણ સામે ગુનો નોંધ્યો છે. જોકે, સીરપ બનાવનાર મહારાષ્ટ્ર અને અમદાવાદની કંપની હોવાનું તેમ જ તેમની સામે કાયદાકીય કાર્યવાહી હજી ન કરાઇ હોવાનું ચર્ચામાં છે.
(10:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
