News of Friday, 14th June 2024
ગણેશ જાડેજાના ગણેશગઢ, ઓફિસ, ફાર્મ હાઉસમાં જૂનાગઢ પોલીસ દ્વારા તપાસ
ઘટના સમયના ફૂટેજ માટે ૪ કેમેરા કબજે લીધા, ૮ આરોપીના કપડા પણ કબજે કરવામાં આવ્યા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૪: જૂનાગઢના યુવક સંજુ સોલંકીનાં અપહરણ હત્યાની કોશિશ એટ્રોસિટી સહિતના કેસની તપાસનો દોર ગોંડલ સુધી લંબાવવામાં આવ્યો છે
આ ચકચારી કેસની તપાસ માટે તપાસનીશ ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા સહિતનો પોલીસનો કાફલો ગુરુવારે મુખ્ય આરોપી ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશ જયરાજસિંહ જાડેજાનાં ગોંડલ ખાતેના નિવાસસ્થાન ગણેશગઢ ખાતે પહોંચ્યો હતો. અત્રે ગણેશગઢ ઉપરાંત ગણેશ જાડેજાના ફાર્મ હાઉસ તેમજ ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન ખાસ કરીને સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. અને ઘટના સમયના ફૂટેજ માટે ૪ કેમેરા કબજે લેવામાં આવ્યા હતા. બપોર બાદથી શરૂ કરાયેલી તપાસ ૬ કલાક કરતાં પણ વધુ ચાલી હોવાનું જાણવા મળ્યું છે.
આ કાર્યવાહીની સાથે સાથે ડીવાયએસપી ધાંધલ્યાએ જૂનાગઢ જેલમાં રહેલ ગણેશ જાડેજા સહિત ૮ આરોપીના ઘટના સમયે પહેરેલા કપડાં કરીને કબજે લીધા હતા.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
