News of Friday, 14th June 2024
ભુલથી એસિડ પી જવાને લીધે જેતપુરની ચેતના સોલંકીનું મોત
પરિણીતાએ રાજકોટમાં દમ તોડયોઃ ત્રણ સંતાન મા વિહોણા

રાજકોટ તા. ૧૪: જેતપુરમાં દેરડીધાર પર રહેતી ચેતનાબેન શની સોલંકી (ઉ.વ.૨૬) રાતે એસિડ પી જતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતકના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પતિ ધુળધોવાનું કામ કરે છે. ચેતના પાણી પીવા જતાં ભુલથી એસિડ પી ગયાનું તેના સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ જેતપુર ઉદ્યોગનગર પોલીસને જાણ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
