તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 14th June 2024
વિસાવદર તાલુકા ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓનું સાંજે સ્નેહમિલનઃ રાજેશ ચુડાસમા-કિરીટ પટેલની ઉપસ્થિતિ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૪: વિસાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ રિબડીયાના જણાવ્યા અનુસાર જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશભાઇ ચુડાસમા તથા જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક તોહમિલનના કાર્યક્રમનુ આયોજન કરાયુ છે. આ કાર્યક્રમમાં વિસાવદર તાલુકા અને શહેરના સંગઠનના દરેક શ્રેણીના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો, શક્તિ કેન્દ્રો , દરેક મોરચાઓને બુથ સમિતિઓની ટીમ, આગેવાનો, કાર્યકરો, શુભેચ્છકોએ ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ છે. તા.૧૪-૬-૨૦૨૪ શુક્રવાર સ્થળઃ ‘અમ્રુત ઇન્સ્ટીટયુટ-ખડિયા' સમયઃ- સાંજે ૬ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજેશભાઇ ચૂડાસમા સાંસદ તરીકે સતત ત્રીજીવાર ચૂંટાયા જેમાં વિસાવદર વિધાનસભા મતક્ષેત્રએ ૧૯૫૫૮ મતની લીડ આપેલ હોય, સાંસદ તરીકે ચૂંટાયા બાદ ભાજપનું પ્રથમ સ્નેહમિલન યોજાઈ રહ્યુ હોય, આગેવાનો-કાર્યકરોમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
