News of Friday, 14th June 2024
ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભામાં સહકારી ક્ષેત્રના આગેવાનોની હાજરી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૧૪ :.. તાજેતરમાં અહીંના મ. ઠા. ઝાલાવડીયા સમાજ ખાતે સવારે ૧૦ વાગ્યે સહકારી સંઘની સાધારણ સભા પ્રમુખ ધીરુભાઇ પાદરીયાના અધ્યક્ષ સ્થાને મળેલ જેમાં વર્ષે દરમ્યાન સંસ્થાના આવક-જાવકના હિસાબો રજૂ કરવામાં આવેલ જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ.
આ સભામાં જીલ્લા બેંકના ડીરેકટરો હરિભાઇ ઠુંમર (ભોલે), નરશીભાઇ મુંગલપરા, સહકારી આગેવાન ડાયાલાલ ગજેરા, સંઘના ઉપપ્રમુખ લખમણભાઇ સુવા (શેઠ) તેમજ ડીરેકટરો વલ્લભભાઇ સખીયા, કિશનભાઇ વસોયા, દલપતભાઇ માકડીયા, જેન્તીનભાઇ બરોચીયા, ભોગીલાલ અઘેરા, ભીમભાઇ ડાંગર, દિનેશભાઇ નારીયા, અજીતસિંહ વાઘેલા, છગનભાઇ ગજેરા, સોનલબેન પીઠીયા, જીતુભાઇ માકડીયા, નારણભાઇ ચંદ્રવાડીયા, વિનોદરાય કરડાણી, અનીલભાઇ ચાડસણીયા સહિત સહકારી મંડળીના પ્રમુખો, ગામડાના સરપંચો, સહકારી આગેવાનો વિગેરે હાજર રહ્યા હતા આ કાર્યને સફળ બનાવવા મેનેજર દિપકભાઇ ઠેસીયાના માર્ગદર્શન નીચે સંસ્થાના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : ભોલુ રાઠોડ-ઉપલેટા)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
