News of Friday, 14th June 2024
ઉપલેટાનાં ખાખીજાળીયામાં દબાણ મુદ્દે યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ : અટકાયત

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા,તા.૧૪ : ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા ગામે સરકારી જમીન પર થયેલા દબાણ મામલે તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા હોવાના આક્ષેપને લઈને ખુદ પર આગ છાપવાનો પપ્રયત્ન કર્યો હતો.
ખાખીજાળીયા ગામના અરવિંદભાઈ સુવા નામના વ્યક્તિએ તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. બે વર્ષ કરતા પણ વધારે સમયથી પીડાઈ રહ્યા હોય અને તંત્ર કોઈ કામગીરી કરતું ન હોય તેવા આક્ષેપને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કયો. યુવકે પોતાના શરીર પર જ્વલનશિલ પદાર્થ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
તંત્રની કામગીરીથી કંટાળી આત્મવિલોપન કરતા કચેરી ખાતે અફરા તફરી મચી ગઈ હતી. તાલુકા પંચાયત કચેરી દ્વારા પોલીસને જાણ કરતા યુવકની અટકાયત કરવામાં આવી છે. (તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
