<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

પોરબંદરમાં મનસુખભાઇ માંડવિયાનું સાંજે અભિવાદન

લોકસભા બેઠક ઉપર જંગી બહુમતીથી વિજેતા બન્‍યા બાદ પોરબંદર જિલ્લાની પ્રથમ મુલાકાતેઃ કીર્તિ મંદિર અને સુદામા મંદિરે દર્શન કરશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ :.. પોરબંદર લોકસભાના સાંસદ બન્‍યા બાદ પ્રથમવાર પોરબંદર જિલ્લાની મુલાકાતે ડો. મનસુખભાઇ આવ્‍યા છે. આજે સાંજે પોરબંદર - ઝૂંડાળામાં તેમનો અભિવાદન સમારંભ યોજાનાર છે.

લોકસભા બેઠક ઉપર જંગી બહુમતીથી ચૂંટાયેલા ડો. મનસુખભાઇ માંડવીયાને કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી બનાવાયા છે. આજે સાંજે ડો. મનસુખભાઇના અભિવાદન સમારંભમાં હાજરી આપતા પહેલા તેઓ કીર્તિ મંદિર અને સુદામા મંદિરે દર્શન કરશે.

૩ લાખ ૮૦ હજાર કરતા વધુ મતની લીડ મેળવીને ચૂંટાયેલા પોરબંદર લોકસભાના સાંસદ ડો. મનસુખભાઇ માંડવીયા અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ શનિ-રવિમાં પોરબંદર લોકસભાની અન્‍ય વિધાનસભા સીટો ખાતે જોડાશે. અને કાર્યક્રમમાં અને વિવિધ સમારંભમાં હાજરી આપવાના છે. કેન્‍દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને ખેલ મંત્રી ડો. મનસુખ માંડવીયા ગુજરાતના પ્રવાસે છે.

પોરબંદર લોકસભાના સાંસદ બન્‍યા બાદ પ્રથમવાર પોરબંદર અને ૭ વિધાનસભાનો પ્રવાસ કરશે. કીર્તિ મંદિર તથા સુદામા મંદિર દર્શન કરી પોરબંદર લોકસભાના પ્રવાસની શરૂઆત કરશે. તા. ૧૪, ૧પ અને ૧૬ જૂનના રોજ મંત્રી માંડવીયા પોરબંદર લોકસભા અંતર્ગત મતદારો અને કાર્યકર્તાઓનો આભાર અભિવાદન સમારોહ યોજાશે.

તેઓ સાંજે અભિવાદન સમારંભ કાર્યક્રમમાં ભાગ લેશે. તા. ૧પના ઉપલેટા, વંથલી, કેશોદ, તા. ૧૬ ના જેતપુર, ખોડલધામ મંદિર-કાગવડ અને એપીએમસી-ગોંડલની મુલાકાત લેશે.

(12:02 PM IST)