<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

ધોરાજી પોલીસ સ્‍ટેશને ઈદ નિમિતે શાંતિ સમિતિની બેઠક મળી

ધોરાજી, તા.૧૪: પોલીસ સ્‍ટેશન ખાતે આગામી ઇદના અનુસંધાને શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ વડા જયપાલસિંહજી રાઠોડની સૂચનાથી ઇન્‍ચાર્જ ઇન્‍સ્‍પેકટર અજીતસિંહ હેરમાના અધ્‍યક્ષ સ્‍થાને મળી હતી.

આ બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરાએ જણાવેલ કે મેઇન બજારમાં આવેલ હવેલી શેરી જે ધાર્મિક મંદિર હોય એ વિસ્‍તારમાં પોલીસ બંદોબસ્‍ત રાખવામાં આવે અને નોનવેજ લારી અથવા રીક્ષાઓ આ વિસ્‍તારમાંથી પસાર ન થાય તે બાબતે પોલીસનું ધ્‍યાન દોર્યું હતું.

ઇન્‍ચાર્જ પીઆઈ અજીતસિંહ હેરમા એ પોલીસ બંદોબસ્‍ત રાબેતા મુજબ ગોઠવવાનું જણાવેલું હતું અને આ વિસ્‍તારમાંથી નોનવેજની લારી કે રીક્ષાઓ ન નીકળે તે બાબતે મુસ્‍લિમ સમાજના લોકોને જણાવ્‍યું હતું.

દલિત સમાજના આગેવાન કાંતિભાઈ સોંદરવા એ જણાવેલ કે રાત્રિના સમયે અસામાજિક તત્‍વોનો ત્રાસ છે અને બેફામ રીતે મોટરસાયકલ ચલાવે છે તેમજ જાહેરમાં ધમકીઓ પણ આપતા જોવા મળેલ છે રાત્રીનું પેટ્રોલિંગ વધારે પ્રમાણમાં થાય તે બાબતે રજૂઆત કરી હતી.

ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર અજીતસિંહ હેરમા એ જણાવેલ કે નાઈટ પેટ્રોલિંગમાં વધારે માણસો અને પેટ્રોલિંગ થાય તે બાબતે વ્‍યવસ્‍થા કરીશું.

અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્‍ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ એડવોકેટ અશોકભાઈ સોંદરવા સમસ્‍ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી ધોરાજી શહેર ભાજપના પૂર્વ મહામંત્રી વિજયભાઈ બાબરીયા લોહાણા સમાજના પ્રમુખ બકુલભાઈ કોટક શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાટ વિશ્વ હિન્‍દુ પરિષદના જિલ્લા મંત્રી ફુલભાઈ જાની શહેર મંત્રી મનીષભાઈ સોલંકી તેમજ મહમદ કાસીમ ગરાણા કાસમભાઇ કુરેશી બોદુભાઈ ચૌહાણ મકબુલભાઈ ગરાણા શબ્‍બીરભાઈ ગરાણા વગેરે અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમનું સંચાલન પીએસઆઇ રાવત તેમજ રમણીકભાઈ મણવર દ્વારા કરવામાં આવેલું હતું

(12:38 PM IST)