તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Friday, 14th June 2024
આગામી તારીખ 26 જૂનના જોડીયા તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.14 : સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અંતર્ગત, જામનગર જિલ્લામાં આવેલા જોડીયા તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તારીખ 26/06/2024 ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારશ્રીની કચેરી, જોડીયા ખાતે જિલ્લા કક્ષાના અધિકારીશ્રી/ મામલતદાર અને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટશ્રી, જોડીયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે.
તેથી આગામી તારીખ 21 જૂન સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ તેમની અરજી મામલતદારશ્રી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, જોડીયાને મોકલી દેવાની રહેશે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીશ્રીએ જાતે જ હાજર થવાનું રહેશે. તેઓ પોતાના પ્રતિનિધિશ્રીને હાજર રાખી શકશે નહીં. અરજી મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત,
(1) તાલુકા કક્ષાએ તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાંં અરજી કરેલ હોવી જોઈએ, અને તે અનિર્ણિત હોવી જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.
(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.
(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં.
(5) જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન હોય તો અરજદારે પુર્વે ગ્રામસેવકશ્રી કે ગ્રામ પંચાયતના તલાટી મંત્રીશ્રીને અરજી કરેલી હોવી જોઈએ, અને તે અનિર્ણિત હોવી જોઈએ.
જોડીયા તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, જોડીયાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
