News of Friday, 14th June 2024
ચારણ (ગઢવી) સમાજ દ્વારા આઇશ્રી સોનલમા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ : જામનગરની મા શકિત ઇલેવન વિજેતા
રાજકોટની ન્યુ ખોડીયારપરા ટીમ રનર્સઅપ : ટીમ અને ખેલાડીઓને ઇનામોની વણઝાર

રાજકોટ : શ્રી ચારણ સમાજ રાજકોટ દ્વારા આ વર્ષે પ્રથમ વખત જ્ઞાતિ સમસ્ત દ્વારા આઇશ્રી સોનલમાં કપ ૨૦૨૪ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રવિભા મનુભા બાવડા અને હાર્દિકભા જીતુભા સાજકાની ટીમ દ્વારા કરવામાં આવેલ.
આ ટુર્નામેન્ટમાં ઓલ ગુજરાતમાંથી ખોડીયારપરા આઇકૃપા - વાછકપર, આઇ (રાજકોટ), ન્યુ ખોડીયારપરા, રવરાય, આવડકૃપા (ગોંડલ), બ્રધર્સ બાલાજી-સોનલકૃપા (મઢડા) સોનલકૃપા (રફાડેશ્વર), મોમાઇ કૃપા (રફાડીયા), સોનલકૃપા (જોગવડ), સોનલ યુવકમંડળ (અમદાવાદ) સહિત કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટના મેન ઓફ ધ સીરીઝ તરીકે મહાશકિત (જામનગર)ના ખેલાડી વિર ગઢવી રનર્સ અપ ન્યુ ખોડીયારપરા (રાજકોટ)ના ખેલાડી હમીરભા ગુઢડા અને ચેમ્પીયન ટીમ મહાશકિત (જામનગર)ના કેપ્ટન ગોપાલભા ગઢવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
બહારગામથી આવેલ દરેક ટીમો માટે સંપૂર્ણ વિના મુલ્યે રહેવા સમાજ દ્વારા તેમજ જમવાની વ્યવસ્થા ભગાભા રામભા મારૂ દ્વારા કરવામાં આવેલ. દરેક મેચનું લાઇવ સ્કોર અપડેટ મોબાઇલ એપલીકેશન દ્વારા કરવામાં આવ્યુ હતુ. દરેક મેચના મેન ઓફ ધ મેચને ટ્રોફી તથા ટુર્નામેન્ટમાં ભાગ લેનારા દરેક ટીમને પણ ટ્રોફી આપવામાં આવી હતી. સેમી ફાઇનલ મેચ આવડકૃપા (ગોંડલ), મોમાઇ કૃપા (રફાડીયા), ન્યુ ખોડીયારપરા (રાજકોટ) અને મહાશકિત (જામનગર) જેમાંથી ફાઇનલ મેચ મહાશકિત (જામનગર) અને ન્યુ ખોડીયારપરા (રાજકોટ) વચ્ચે રમાયો હતો. જેમાં મહાશકિત (જામનગર) વિજેતા ટીમ થયેલ હતી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે રવિભા મનુભા બાવડા, હાર્દિકભા જીતુભા સાજકા, ટ્રોફીના દાતા મેહુલભા રામભા જાંમગ, પ્રમુખ પ્રકાશભા કવલ, હમીરભા ગુઢડા, કિશનભા લાંબા, પ્રતાપભા બાવડા, ડો.હરીશભા રાબા, કાનભા બાવાડા (સાપનેસગીર), મનોજભા પાલીયા, ભગવતપરા સોયા અને રાજેશભા બાવડાએ જહેમત ઉઠાવી હતી
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
