<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

જુનાગઢમાં બે શૈક્ષણિક સંસ્‍થાઓને સીલ

૪ હોટેલ રેસ્‍ટોરેન્‍ટને નોટિસ ઇસ્‍યુ

જુનાગઢ,તા.૧૪ : મોલ, હાઈરાઈઝ બિલ્‍ડીંગ, મલ્‍ટી સ્‍ટોરેજ બિલ્‍ડીંગ, હોસ્‍પીટલો, શાળા, કોલેજ, ટયુશન કલાસીસ,સિનેમા ગળહ, શોપીંગ કોમ્‍પલેક્ષ, અન્‍ય બહુમાળી બિલ્‍ડીંગો, ધાર્મિક સ્‍થળો અને જે જગ્‍યાએ વધુ લોકોને અવર જવર થતી હોય તેવા તમામ સ્‍થળો પર બાંધકામ પરવાનગી, બિલ્‍ડીંગ વપરાશ પ્રમાણપત્ર, ફાયર એન.ઓ.સી. તેમજ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા અલગ અલગ પરવાના તથા બિલ્‍ડીંગ સ્‍ટ્રકચર (કાયમી તથા હંગામી) વગેરે બાબતોની તપાસ/ ચકાસણી કરવામાં આવી રહી છે. શહેરમાં ટાઉન પ્‍લાનિંગ શાખા દ્વારા ૦૨ (બે) શૈક્ષણિક સંસ્‍થાઓમાં (૧) ઉત્‍સવ કલાસીસ (૨) ભાર્ગવ કલાસીસ ને બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

 ફાયર સેફટી બાબતે કુલ -૪ (ચાર) હોટેલ રેસ્‍ટોરેન્‍ટ (૧) માઉન્‍ટેઈન વ્‍યુ રેસ્‍ટોરેન્‍ટ,ભવનાથ તળેટી(૨)રુદ્રા હોટેલ (૩) હોટેલ જાનકી (૪) ગીરીરાજ ગેસ્‍ટ હાઉસને ફાયર સેફટી સુવિધા તેમજ કાર્યરત એન.ઓ.સી. કાર્યરત ન જોવા મળતા ધારાસરની નોટીસ ઈશ્‍યુ કરવામાં આવેલ છે. (

(7:35 PM IST)