<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ મહાનગરની લીડ કાર્યકરોને આભારી છે : પુનિત શર્મા

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા સમિક્ષા બેઠક યોજાઇ

જુનાગઢ, તા.૧૪: મહાનગર ગીરનાર કમલમ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્‍યક્ષસ્‍થાને હાલમાં જ પુર્ણ થયેલ લોકસભાની ચૂંટણી અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા એ જણાવ્‍યું હતું કે લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને જે લીડ મળી છે તેમાં જુનાગઢ મહાનગર નાં એક એક કાર્યકરે અથાક મહેનત કરી છે તેનું પરિણામ છે.

આ ૨૦૨૪ની લોકસભા ચુંટણીમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીનાં હાથ મજબૂત કરવા માટે જુનાગઢ વિધાનસભાનાં ધારાસભ્‍ય સંજયભાઈ કોરડીયા, લોકસભાના સંયોજક ચંદ્રેશભાઈ હેરમાં, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, મનનભાઇ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા તથા મહાનગર સંગઠનના હોદ્દેદારો, મેયર ગીતાબેન પરમાર ડેપ્‍યુટી મેયર ગીરીશભાઇ કોટેચા સ્‍ટેન્‍ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસક પક્ષના નેતા કીરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી તથા કોર્પોરેટરો, જુનાગઢ મહાનગરનાં આગેવાનો, દરેક મોરચાના હોદેદારો, જુનાગઢ મહાનગરની સામાજીક સંસ્‍થાઓ તથા પેજ સમિતિના કાર્યકરો સુધી દરેકે ખુબજ મહેનત કરી છે આ જીતનો આનંદ દરેક કાર્યકરોની મહેનતનું પરીણામ છે.

સાથે સાથે ચુંટણી અનુલક્ષીને મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્માએ દરેક મોરચાના હોદેદારો વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ તથા કાર્યકરોને સાંભળ્‍યા હતાં.

સમિક્ષા બેઠકમાં મહાનગર પ્રમુખ  પુનીતભાઈ શર્મા, મહામંત્રી મનનભાઈ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા, સંગઠનનાં હોદ્દેદારો, પ્રદેશ હોદેદારો, કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખ મહામંત્રી, વિવિધ મોરચા પ્રમુખ મહામંત્રી તથા કાર્યકર્તા બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિતિ રહ્યા હતા.

સંપૂર્ણ કાર્યક્રમનું મિડીયા સંકલન કેતનભાઈ નાઢાએ કર્યું હતું તેમ મિડિયા વિભાગનાં સુરેશ પાનસુરીયા, સંજય પંડ્‍યા તથા જીતુ ઠકરારની યાદી જણાવે છે

(1:47 PM IST)