News of Friday, 14th June 2024
મોરબીમાં સ્કૂલ વાહનો ઉપર તવાઈ, ૨૭ દંડાયા રાજકોટ અગ્નિકાંડને પગલે આરટીઓ દ્વારા કડક ચેકીંગ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૪ : રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયું પરમિશન ઉપરાંત બાળકોને ઠાંસી ઠાંસી સ્કૂલ વાહનમાં લઈ જતા વાહન ચાલકો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા રાજ્ય સરકારે સૂચના આપતા શાળાઓ શરૂ થતાં જ વહેલી સવારથી મોરબી આરટીઓ દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી નિયમભંગ સબબ ૨૭ વાહનોને અંદાજે અઢી લાખનો દંડ ફટકાર્યો હતો.
સ્કૂલ વાહનોમાં બાળકોને નિયમ વિરુદ્ધ ઠાંસી ઠાંસીને ભરીને જતા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકારે આદેશ આપતા ગુરુવારે વેકેશન ખુલતા જ મોરબી એઆરટીઓ રોહિત પ્રજાપતિ અને તેમની ટીમે સવારથી અલગ અલગ વિસ્તારમાં સઘન ચેકીંગ શરૂ કર્યું હતું.
વધુમાં સ્કૂલ વાહનોના ચેકીંગ અંગે મોરબી એઆરટીઓ રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સવારથી શરૂ કરવામાં આવેલ ચેકીંગ દરમિયાન ૧૨ વાહનોને લાયસન્સ અંગે, ૧૨ વાહનોને પરમીટ નિયમ ભંગ, ૨ વાહનોને ટેક્સ મામલે સહિત કુલ ૨૭ વાહનોને કુલ મળી અઢી લાખનો દંડ ફટકારવામાં આવ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
