<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th June 2024

મોરબીના સ્‍કૂલ વાહન ચાલકોની બે દિ'ની હડતાલ

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧૪ : અગ્નિકાંડ બાદ મોરબી જિલ્લામાં આરટીઓ તંત્ર એલર્ટ થતા સ્‍કૂલ વાહન ચાલકોએ શુક્રવારથી બે દિવસની હડતાલ જાહેર કરી છે. આ સાથે તેઓ કાલે કલેકટર અને એસપીને આવેદન પણ આપવાના છે.

 સ્‍કૂલ વાહન ચાલકોના એસોસિએશન વતી વિજયભાઈ વલ્લભરામ જોશીએ જણાવ્‍યું કે સ્‍ફુલ વાહન ચાલકો પાસે કાયદા મુજબ બધુ જ છે. માત્ર વાહન ટેક્‍સી ર્પાસિંગના નથી. બધા વાહન ચાલકો નિયમ પ્રમાણે પોતાનું ટેક્‍સી ર્પાસિંગ કરાવશે પણ આના માટે સમય આપવામાં આવે. બધા વાહન ચાલકો આર્થિક રીતે સક્ષમ નથી. હપ્તા ઉપર ગાડી લઈને તેઓ બાળકોને સ્‍કૂલે મુકવા જવાનું કામ કરે છે.

તેઓએ ઉમેર્યું કે સ્‍કૂલ વાહન ચાલકોની પરિસ્‍થિતિ સમજીને તંત્ર સહકાર આપે. આ માટે આજે અને શનિવારે સ્‍કૂલ વાહન ચાલકો રજા રાખવાના છે. ઉપરાંત શુક્રવારે (આજે)સવારે ૧૦ કલાકે તમામ સ્‍કૂલ વાહન ચાલકો એલઇ કોલેજે ભેગા થઈ રેલી સ્‍વરૂપે નીકળી જિલ્લા કલેકટર, એસપી અને ધારાસભ્‍યને આવેદન આપશે અને નિયમોની અમલવારી કરવામાં સમય આપે તેવી માંગ કરશે.

(2:06 PM IST)