News of Friday, 14th June 2024
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે માવાપર અને નાના ગરેડિયા ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો
નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોના સુખદ સમાધાન માટે આશ્વાસન આપતા મંત્રી

જામનગર :રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીરી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ એપીએમસી ખાતે મંત્રીએ માવાપર અને નાના ગરેડિયા ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો. બેઠકમાં મંત્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મંત્રી દ્વારા જામનગર જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી તે દિશામાં આયોજન હાથ ધરી લોકોની સુવિધાઓમાં વધારો થાય પ્રકારે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે પણ લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
