News of Friday, 14th June 2024
વિસાવદરમાં હવે ત્રણ દિવસે પાણી વિતરણ કરાશે : ચીફ ઓફિસર
કાલે શનિવારે ગાયત્રી પ્લોટ, ડાક બંગલા પ્લોટ, મુરલીધર, હનુમાન પરા, ચર્માલય, ડોબરીયા પ્લોટમાં પાણી વિતરણ કરાશે નહી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર નગર પાલિકાની ચીફ ઓફિસરે સત્તાવાર જાહેરાત કરી છે કે, આથી વિસાવદર શહેરના નગરજનોને જણાવવાનું કે, વિસાવદર નગરપાલિકાના પાણી પુરવઠાના કુવામાં પાણી સાવ ખલાસ થવાથી કુવામાં પાણીની આવક ઓછી હોય જેથી પાણીનું વિતરણ કાલે તા.૧૫/૦૬/૨૦૨૪ને શનિવારે ગાયત્રી પ્લોટ, ડાક બંગલા પ્લોટ, મુરલીધર પ્લોટ, હનુમાન પરા, ચર્માલય રોડ, ડોબરીયા પ્લોટ વગેરે વિસ્તારમાં પાણી આવશે નહી. જે હવે દર ત્રીજા દિવસે પાણી સપ્લાય કરવામાં આવશે. વિસાવદર બે ઝોનમાં દર ત્રીજા દિવસે પાણી વિતરણ કરવામાં આવશે. પાણીનો દુર ઉપયોગ કરવો નહી તથા પાણીનો બગાડ કરનારને વગર નોટીસે નળ કનેકશન કાંપી નાખવામાં આવશે જેની નોંધ લેશો..પાણી બચાવો..પાણી તમને બચાવશે તેમ ચીફ ઓફીસર,નગરપાલિકા,વિસાવદરે જણાવ્યુ છે
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
