<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ભાવનગર મનપા ડિજિટલ બની પરંતુ અધિકારીઓ ઓનલાઈન ફાઈલ મૂકવાનો આદેશ ઘોળીને પી ગયા

માત્ર ને માત્ર " ઈ-સરકાર " મારફતે જ મોકલવાની રાખશો. તે સિવાયની ફાઈલો સ્વિકારવામાં આવશે નહી:ઓફલાઇન કામ કરતાં અધિકારીઓને કમિશનરે મોકલ્યો પરિપત્ર

ભાવનગર મહાનગરપાલિકાએ લોકોને ઓનલાઇન ટેક્સ ભરતા કર્યા છે, જન્મ-મરણના દાખલા ઓનલાઈન થયા છે, આ સિવાય અમુક સુવિધા ઓનલાઇન થઇ છે. પરંતુ, ટેકનોલોજી માત્ર કરદાતાઓ માટે હોય તેમ અધિકારીઓ હજુ ઓફલાઈન જ કામ કરી રહ્યા છે, ત્યારે કમિશનરે પરિપત્ર કરીને અધિકારીઓને ફરી વખત ટપારવા પડ્યા છે.

ફરી વખત પરિપત્ર કરીને જણાવાયું છે કે, ભાવનગર મહાનગરપાલિકાનાં તમામ અધિકારો માટે ઈ-સરકાર એપ્લીકેશનનાં ઉપયોગ અંગે હુકમ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ પુનઃસુચના આપવામાં આવી હતી. પરંતુ "ઈ-સરકાર" એપ્લીકેશનનો બિલકુલ ઉપયોગ થતો નથી, તથા તમામ ફાઈલો મંજુરી / સહી અર્થે ઓફ લાઈન મોકલવામાં આવે છે. આથી તમામ શાખાધિકારીઓને હુકમ કરવામાં આવ્યો હતો કે, હવે પછી તમામ ફાઈલો મંજુરી/ સહી અર્થે રજુ માત્ર ને માત્ર " ઈ-સરકાર " મારફતે જ મોકલવાની રાખશો. તે સિવાયની ફાઈલો સ્વિકારવામાં આવશે નહી.

(12:46 AM IST)