<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

કચ્‍છમાં ‘ડ્રગ્‍સનો દરિયો' : ચરસના વધુ ૨૦ પેકેટ સાથે ૭ દિ'માં ૨૬ કરોડના ૫૧ પેકેટ મળ્‍યા

મોટા શહેરોમાં થોડા ગ્રામ કેફી દ્રવ્‍યો અને રેવ પાર્ટી ઝડપાય ત્‍યારે સતર્ક બનતી એજન્‍સીઓ ગુજરાતને ‘ઉડતા ગુજરાત' બનાવનારા ડ્રગ્‍સ માફીયાઓ સામે સખતાઇ દર્શાવી મૂળ સુધી પહોંચે તે રાષ્‍ટ્ર હિતમાં

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૫ : છેલ્લા એક અઠવાડિયામાં કચ્‍છના દરિયા કિનારેથી ચરસના પેકેટ ઝડપાવાનો સિલસિલો સતત ચાલુ જ છે.

બીએસએફને લખપત તા.ના મેડીક્રીક વિસ્‍તારમાંથી ૧૦ તેમ જ માંડવી પોલીસને ધોળુપીરથી છછી ગામ તરફ જતાં દરિયા કિનારાᅠ વિસ્‍તારમાંથી ૧૦ પેકેટ એમ બન્ને મળી ચરસના ૨૦ પેકેટ બિનવારસુ મળી આવ્‍યા છે. આની અંદાજિત કિંમત ૧૦ કરોડ ૬૦ લાખ છે. છેલ્લા ૭ દિવસમાં કચ્‍છના અબડાસા, લખપત અને માંડવી તા.ના કાંઠાળ વિસ્‍તારમાંથી ચરસના ૫૧ પેકેટ કિ. ૨૬ કરોડ રૂ. બિનવારસુ મળી આવ્‍યા છે. આ જથ્‍થો ખૂબ જ મોટો ગણી શકાય.

સૌરાષ્ટ્ર અને કચ્‍છ બન્ને જિલ્લાના દરિયા કાંઠે મળેલ સંખ્‍યા ગણીએ તો ચરસનો જથ્‍થો બહુ મોટો ગણી શકાય. મહાનગરો માં માત્ર થોડા ગ્રામ કેફિદ્રવ્‍ય અથવા તો રેવ પાર્ટી ઝડપાય ત્‍યારે એજન્‍સીઓ સતર્ક બની જાય છે. એ જ રીતે આ બિનવારસુ ચરસના જથ્‍થા અંગે જો માછીમારો અને અન્‍ય સંદિગ્‍ધ કુખ્‍યાત શખ્‍સોને પૂછપરછ કરાય તો ગુજરાતને ઉડતા ગુજરાત બનાવવા ઈચ્‍છનાર ડ્રગ્‍સ માફીયાઓ ઉપર રાષ્ટ્રના હિતમાં કાયદાનો સકંજો સખત બનાવી શકાય.

(12:20 PM IST)