<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

શનિવાર નિમિત્તે સાળંગપુરધામ શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજીદાદાને કલરફૂલ વાઘાનો દિવ્ય શણગાર

રાજકોટ તા.૧૫ :         વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી  પૂજારી સ્વામી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી  કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

      શ્રી કષ્ટભંનજનદેવ  હનુમાનજીદાદાને કલરફૂલ વાઘાનો શણગાર તેમજ  દિવ્ય શણગાર  કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ  લાભ લઈ ધન્યતાનો  અનુભવ કરેલ હતો.

(9:35 AM IST)