News of Saturday, 15th June 2024
દેવભુમિ દ્વારકા જીલ્લામાં ચરસનો જથ્થો ઝડપાયા બાદ સર્ચ ઓપરેશન
કચ્છમાં પણ આવી જ રીતે ‘રેઢુ' ચરસ મળતા દેવભુમિ દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેની આગેવાનીમાં જુદી-જુદી દિશામાં તપાસ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૫ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સ્થાનિક મીઠાપુર દ્વારકા પોલીસ તથા એલસીબી, એસઓજી પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ ચેકીંગ કરતા એક વખત ૧૬ કરોડ ઉપરાંત બીજી વખત ૪૩ લાખ તથા ત્રીજી વખત ૧૧ કરોડ ઉપરાંતનો ચરસનો જથ્થો મળી આવ્યો હતો.
આ જથ્થો પકડાયા પછી પણ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શનમાં મીઠાપુર ઇન્ચાર્જ પો.ઇ. નિકુંજ જોશી દ્વારા વિસ્તૃત અને ઉંડી તપાસ દરિયાકાંઠા તથા મીઠાપુર દ્વારકા નજીકના ટાપુ વિસ્તારોનું પણ ચેકીંગ એસ.ઓ.જી. પી.આઇ.શીંગરખીયા તથા તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
દરિયામાં ઓટ આવે તે પછી ભરતી ૧૨ કલાક પછી આવતી હોય ઓટ વખતે દરિયાના પાણી કાંઠાના વિસ્તારમાં ભરાયેલા રહેતા હોય આનો લાભ લઇને ડ્રગ્સ ઉતારવા કારસ્તાન ડ્રગ્સ માફીયાઓ કર્યાનું અનુમાન થઇ રહ્યું છે તો દ્વારકા પંથકમાં જે રીતે બીનવારસુ ડ્રગ્સનો જથ્થો કરોડોનો પકડાયો તેવી જ રીતે કચ્છમાં પણ એ સ્થળેથી જે ડ્રગ્સ દ્વારકા વિસ્તારમાં પકડાયું તેને સમાન ડ્રગ્સના પેકેટ કચ્છથી પણ પકડાયા હોય દ્વારકા - કચ્છના ચરસને સમાનતા હોય બંને જથ્થો એક સાથે નીકળ્યાનું પણ અનુમાન થાય છે
(12:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
