<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

હળવદના જૂના અમરાપર પાસે કાર અડફેટે બાઇક સવાર દંપતીનું મોત

પતિ-પત્‍ની હળવદથી પરત પોતાના ગામ ટીકર જઇ રહ્યા હતા ત્‍યાં સર્જાયો અકસ્‍માત

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૧૫: હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ પરમાર અને મુક્‍તાબેન પરમાર કોઈ કામ બાબતે હળવદ આવ્‍યા હતા અને હળવદ થી પરત પોતાના ગામ ટીકર બાઈક લઇ જઈ રહ્યા હતા ત્‍યારે કાર ચાલકે જુના અમરાપર નજીક બાઇકને અડફેટ લેતા ગંભીર અકસ્‍માત સર્જાયો હતો.

આ અકસ્‍માતમાં ઘટના સ્‍થળે જ અશ્વિનભાઈ પરમાર અને મુક્‍તાબેન પરમારનું મોત નીપજ્‍યું હતું. બીજી તરફ અકસ્‍માતના બનાવને પગલે ઘટનાની જાણ પરિવારજનોને તેમજ આજુબાજુના ગ્રામજનોને થતા મોટી સંખ્‍યામાં લોકોના ટોળા અકસ્‍માત સ્‍થળે દોડી આવ્‍યા હતા. હાલ બંને મળતકો ની લાશને હળવદ સરકારી હોસ્‍પિટલ ખાતે લઇ આવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:35 AM IST)