તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી જીંદગી હારી ગઇ
અમરેલી જીલ્લાના નાના એવા સુરગપુરામાં ૪૦ થી પ૦ ફુટ ઉંડા બોરમાં પડેલી બાળકીને બચાવવા ૧૭ કલાક રેસ્કયુ ઓપરેશનઃ સવારે પ વાગ્યે અંતિમ શ્વાસ લીધા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૧૫: અમરેલી જીલ્લાનાં સુરગપુરા ગામની સીમમાં બોરવેલમાં પડેલી દોઢ વર્ષની આરોહી નામની પરપ્રાંતીય બાળાનું મોત થતા અરેરાટી વ્યાપી છે.
અમરેલીના સુરગપુરા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ખૂલ્લા પ૦૦ ફૂટ બોરમાં દોઢ વર્ષની બાળકી આરોહી ૫૦થી૫૫ ફૂટ નીચે પડી જતા તેને બહાર કાઢવા માટે વડોદરાથી એનડીઆરએફની ટીમ, અમરેલી ફાયર, ૧૦૮ સહિતની ટીમો ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને બાળકીને બહાર કાઢવા માટેનું બપોરે બાર વાગ્યાથી રેસ્કયુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીએ એમ.જે.નાકીયાએ જણાવ્યુ હતુ કે વડોદરાથી એનડીઆરએફની ટીમ આવી હતી. બાળકી ૫૦થી૫પ ફૂટ વચ્ચે ફસાયેલી છે. આ અંગેની વિગતો આપતા અમરેલી ૧૦૮ના મહેશભાઈ સોલંકીએ જણાવ્યું કે, અમરેલીના સુરગપરા ગામની સીમમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીમાં કામ કરતા પરપ્રાંતિય પરિવારની દોઢ વર્ષની બાળકી આરોહી રમતા રમતા ખૂલ્લા બોરમાં પડી ગઈ હતી. આથી તાત્કાલીક ધોરણે ૧૦૮માં કોલ કરીને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત અમરેલી ફાયર વિભાગની ટીમને પણ બચાવ કામગીરી માટે જાણ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતા રૂટ જ અમરેલી ૧૦૮ના બીપીનભાઈ ખેતરીયા પોતાની ટીમ સાથે સ્થળ પર દોડી ગયા હતા. આ ઉપરાંત ડિસ્ટ્રીક્ટ ફાયર ઓફિસર એચ. સી. ગઢવી અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને તાત્કાલીક ધરોણે આ બાળકીને કૂવામાંથી બહાર કાઢવા માટેની કામગીરી શરુ કરવામાં આવી હતી.
ટીમે કહ્યું કે,અંદાજીત ૫૦ ફૂટ ઊંડેથી બાળકી કોઈ પત્થર પર હતી અને તેનો અવાજ પણ આવતો હતો. પછી અવાજ બંધ થતા ચિંતા વધી હતી. બાળકીને ઓક્સિજન મળી રહે તે માટે ૧૦૮ની ટીમ દ્વારા જમીનની અંદર ઓક્સિજન પાઈપ મારફતે ઊતારવામાં આવ્યો હતો.
આ અંગેની જાણ થતા જ અમરેલીના મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધીકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા અને બાળકીને સહીસલામત રીતે બહાર કાઢવા માટે ચાલી રહેલા ઓપરેશનની સમીક્ષા કરવામાં આવી હતી.
સાવરકુંડલા
(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલાઃ અમરેલીના સુરગપૂરા ગામની સીમમાં બોરવેલમાં દોઢ વર્ષની આરોહી નામની પરપ્રાંતિય મજૂરની બાળકી ગરકાવ થઈ જતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા, સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય જનક તળાવીયા સહિતના રાજકીય નેતાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્યારે અમરેલી કલેકટર અજય દહીયા, પ્રાંત કલેકટર સહિતના અધિકારીઓ આરોહી બચાવવાનાં પ્રયત્ન હાથ ધરી રહ્યા હતા. રાજુલાથી બોરવેલમાંથી બહાર કાઢવા માટેની રોબોટ પણ મંગાવ્યો હતો. તે કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી હતી.આરોહીના પિતા કરણભાઈએ બાળકી કઈ રીતે બોરવેલમાં ખાબકી તે અંગે જણાવ્યું હતું.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
