તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
રાઘવજીભાઇ પટેલે માવાપર અને નાના ગરેડિયા ગામના ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો

જામનગર તા.૧૫: રાજ્યના કળષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગળહનિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ જામનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં ગ્રામજનો સાથે મુલાકાત કરી નાગરિકોની સુખાકારી વધે તે માટે સતત કાર્યશીલ રહે છે. ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ એપીએમસી ખાતે મંત્રીશ્રીએ માવાપર અને નાના ગરેડિયા ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી સંવાદ સાધ્યો હતો. બેઠકમાં મંત્રીશ્રીએ ગ્રામજનોની રજૂઆતો સાંભળી તેમના પ્રશ્નોના સુખદ સમાધાન આવે તે દિશામાં કામગીરી કરવા આશ્વાસન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રી દ્વારા જામનગર જિલ્લાના ગામડાઓની રૂબરૂ મુલાકાત લઈ લોકોની રજૂઆતો સાંભળી તે દિશામાં આયોજન હાથ ધરી લોકોની સુવિધાઓમાં વધારો થાય પ્રકારે કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ ખાતે પણ લોકસંપર્ક યોજી લોકોની રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક ઉકેલ લાવવા પ્રયત્નો કરવામાં આવે છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
