<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

સુરજકરાડીમાં નવા કેબલની કામગીરી વખતે ૯ વિજ પોલ ધરાશાયીઃ અમુક કામદારોને ઇજા

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૧૫: સુરજકરાડીની બાજુમાં આવેલા ગણેશપરા વિસ્‍તાર આજુબાજુ વીજ પોલ પર નવા કેબલ નું કામ ચાલુ હતું તે દરમિયાન અંદાજે ૯ જેટલાં વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા જેમાં અમુક લોકો જે કામ કરી રહ્યા હતા તેમને સામાન્‍ય ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. આવી નબળી કામગીરી સામે લોકો નો આક્રોશ જોવા મળી રહયો છે. આ ઉપરાતં અવારનવાર વીજ શોક થી ગૌવંશ મળત્‍યુને ભેટયા હોય એવા ઘણા દાખલાઓ પણ છે. હવે આમાં કંઈ સુધારો થશે કે આવી જ લોમલલોલ નીતીથી અહીંયા કામગીરી થતી રહેશે તે જોવાનું રહ્યું.

(11:49 AM IST)