<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

દ્વારકા જિલ્લા પોલીસ વડા દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે પત્રકાર પરિષદ યોજાઇ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧પ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી નીતેશકુમાર પાંડે દ્વારા ગઇકાલે રાજય પોલીસ વડાની સુચનાથી સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે પત્રકાર પરિષદ યોજી હતી.

જિ. પો. વડા શ્રી પાંડેએ હાલ સાયબર ક્રાઇમના વધતા જતાં કેસો તથા અવારનવાર લોકો છેતરપીંડીનો ભોગ બનતા હોય છેતરપીંડી થયે તુરત જ ફરીયાદ જાણ કરવા તથા સાવચેત રહેવા અપીલ કરી હતી.

લોટરી, બોગસ લાભ, ખોટી નીચી કિંમતમાં વસ્‍તુ આપવી બેંક તથા અન્‍ય કંપનીઓના નામે લાભની વાતો કરી ભોળવીને એ. ટી. એમ. તથા કાર્ડ વિગતો લઇ લેવી જેવું કરીને વ્‍યાપક છેતરપીંડી થાય છે. જે છેલ્લા પાંચ માસમાં ગુજરાતમાં પ૩ હજાર જેટલી ફરીયાદો થઇ છે ત્‍યારે સાયબર ક્રાઇમ વિભાગ, સ્‍થાનીક પોલીસ તથા રાજય સરકાર દ્વારા થતાં સાવચેતીના પ્રયત્‍નોનો અમલ કરવા તાકીદ કરી હતી.

અજાણ્‍યા ફોન કોલવાળાને ટાળવા, બીન જરૂરી માહિતી ના આપવા ખોટી લાલચમાં ના ફસાવા પણ જણાવ્‍યું હતું તથા લાલચના મેસેજોમાં લીંકના ખોલવા ઓ. ટી. પી. ના આપવા જણાવ્‍યું હતું.

હાલ પોલીસમાં તમારું નામ એક કેસમાં ખુલ્‍યું છે તેમ પોલીસ જેવા ડ્રેસ પહેરી વીડીયો કોલથી દેખાડી તે પણ છેતરપીંડી થતાં હોવાના દાખલા બન્‍યા છે. તો એની ડેસ્‍ક ના નામથી  એપ ડાઉનલોડ કરીને ફોન કરનારની બધી વિગતો ખાનગી માહિતી લઇ લેતા હોય તેમાં પણ ફરીયાદ કરવા અનુરોધ કર્યો છે તો ગુગલ પર કંપનીના નંબરોમાં પણ છેતરપીંડી કરનારા પોતાના નંબરો નાખતા હોય સાવચેતીની વાત કરી હતી.

(1:51 PM IST)