<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

પુનમબેન માડમને ગત વખતથી વધુ લીડ પણ દ્વારકા જીલ્લામાં મુસ્‍લીમો રાજપૂતોના ગામોમાં કોંગ્રેસને લીડ!!

(કૌશલ સવજીયાણી દ્વારા) જામખંભાળીયા તાજેતરમાં લોકસભા જામનગરની ચુંટણી પરિણામ હતી જેમાં દ્વારકા જીલ્લામાં મુસ્‍લીમ લીડર તથા રાજપૂતોના વિસ્‍તારમાં તાલુકાના ઉમેદવારને અત્‍યંત ઓછા મતો અને કોંગ્રેસના ઉમેદવારને મોટી લીડ ચર્ચાતપાસ બની હતી.  સલાયા શહેરમાં કોંગ્રેસને સાડા છ હજાર ઉપરાંત ની લીડ મળી હતી જ. પછી વાડીનારમં સાતવ્રજમાંથી ભાજપને માત્ર ૯૮૫ મત અને કોંગ્રેસને ૩૧૭૩ મતો અહી બુથમાંથી ભાજપને માત્ર ૪૬૩ અને કોંગ્રેસને ૨૧૬૭ મતો મળ્‍યા હતા. તો કોટામાં ભાજપને ૧૧ અને કોંગ્રેસને ૩૭૧ મતો મળ્‍યા હતા. ભાણવડના મુસ્‍લીમ મતો વાળા ઢેબરમાં ભાજપ ને બહુ નુકસાન થયું  ન હતું ગુદા પટેલના વિસ્‍તારમાં ભાજપને લીડ હતી જયારે વેરાડ પટેલ વિસ્‍તારમાં કોંગ્રેસને લીડ હતી તો ચાર વારા રાજપૂત વસતિવાળા ગામોમાં પાંચ બુથમાંથી ભાજપને માત્ર ૧૬૯ અને કોંગ્રેસને ૨૭૬૧ મતો મળેલા કુબેર વિલોત્રી માં ભાજપ માત્ર ૫૭ કોંગ્રેસ ૫૬૮ ભાજપ ૧૩૫ કોંગ્રેસ ૧૦૧૪ તો ૧૦૦% મુસ્‍લીમ અજાડ ટાપુમાં ૨૪ મતોમાંથી ભાજપ તે ૧૬ કોંગ્રેસને નવ મળ્‍યા હતા. ભીંડા વનાલા,જુનાગઢ, કેશોદ, વિંઝલપર, ગોરાણા ખીરસરા સહિત ઢગલાબંધ ગામોમાં ભાજપને લીડ અને કોંગ્રેસને બે આંકડામાં મતો હતા.

(2:00 PM IST)