તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
પોરબંદરના ફિશરમેનોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપતા ડો. મનસુખભાઇ માંડવિયા
ખારવા પંચાયતની શુભેચ્છા મુલાકાતે ડો. માંડવિયા અને તેમની સાથે રહેલા અર્જુનભાઇ મોઢવાડિયાનું સ્વાગત-સન્માન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧પ : સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયાએ કેબીનેટ મંત્રીપદે શપથગ્રહણ કર્યા બાદ પ્રથમવાર પોરબંદર પધારીને ખારવા પંચાયત મંદિર આવતાં ડો. મનસુખભાઇ તથા તેમની સાથે રહેલા અને વિધાસભા પેટા ચૂંટણીમાં ઐતિહાસિક લીડથી વિેજતા થયેલા અર્જૂનભાઇ મોઢવાડિયા બન્નેનું હારતોરાથી સ્વાગત બાદ સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ડો. મનસુખભાઇએ ફિશરમેનનોના પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી.
ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે પોરબંદર સંસદીય મત વિસ્તારના નવનિર્વાચિત સાંસદ અને ભારત સરકારના કેબીનેટ મંત્રી માન. ડો. મનસુખભાઈ માંડવિયા, તથા પોરબંદર વિધાનસભાની પેટા ચુંટણીમા ઐતિહાસીક લીડથી વિજેતા બનેલ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા પંચાયત મંદિર ખાતે શુભેચ્છા મુલાકાત માટે આવેલ હતા. તેમની સાથે પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર ભાજપ જીલ્લ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પોરબંદર પ્રભારી પ્રદિપભાઈ ખીમાણી તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત હતા.
ખારવા સમાજ્ના પ્રમુખ પવનભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી, નગરપાલીકા ના ઉપપ્રમુખ મનીષભાઈ શિયાળ, પંચપટેલ/ટ્રસ્ટીઓ, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરઓ, પોરબંદર માછીમાર પિલાણા એસો. ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તેમજ કમીટી મેમ્બરઓ, નવીબંદર ખારવા સમાજના પ્રમુખ કાન્તીભાઈ કાણકીયા તથા આગેવાનઓ, પોરબંદર ફીશ સપ્લાર્યસ એસો.ના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ તેમજ કમીટી મેમ્બરઓ, પોરબંદર ફ્રેશ ફીશ એસો. ના પ્રમુખ ભીખુભાઈ લોઢારી, માજી વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, નગરપાલીકા ના પૂર્વ પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, તથા ખારવા સમાજની અન્ય સંસ્થાઓના આગેવાનો અને પ્રતિષ્ઠીત વ્યકિતઓ દ્વારા કેબીનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા નુ હાર-તોરા કરી સન્માન કરવામા આવ્યુ હતુ.
કેબીનેટ મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા દ્વારા ઉદ્વોધક પ્રવચન આપવામા આવ્યુ હતુ, જેમા કહેલુ કે પોરબંદર વાસીઓની આકાંક્ષા અને અપેક્ષાઓ હુ સારી રીતે સમજુ છુ. પોરબંદર નો આધુનિક ઢબે વિકાસ કરીશુ. અને ખારવા સમાજના ફીશરમેનોના વિકાસના કાર્યો માટે આપણે સૌ સાથે મળીને કાર્ય કરશુ અને પ્રશ્નો ઉકેલવા ખાત્રી આપવામા આવેલ.
(2:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
