<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

પોરબંદરમાં વયમન્‍સ્‍ય થાય તેવા મેસેજ કરનારને પોલીસે કાયદાનું ભાન કરાવ્‍યું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૧૫: સમાજમાં વયમન્‍સ્‍ય ઉભુ તેવા મેસેજ સોશ્‍યલ મીડિયામાં વાઇરલ કરનાર આરોપી હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઇને પોલીસે પકડીને જાહેરમાં કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

પોરબંદર હિતરક્ષક નામના વ્‍હોટસએપ ગ્રુપમાં બે કોમ વચ્‍ચે વયમનસ્‍ય ઉત્‍પન્ન થાય તેવા મેસેજ કરનાર અને આવા ગુના કરવાની ટેવવાળા આરોપી હરદાસ ઉર્ફે રાજુ ભગતભાઇ ઓડેદરા વિરૂધ્‍ધ અગાઉ પ્રોહીબિશન સહિતના પ ગુનાના આરોપી વિરૂધ્‍ધ કમલાબાગ પો.સ્‍ટે.માં ફરિયાદી ચિરાગ કેશુભાઇ ઓડેદરાએ આઇપીસી કલમ ૧૫૩(એ) મુજબ ફરિયાદ આપતા આરોપીને પકડી પાડી કાયદાનું ભાન પોરબંદર જિલ્લા પોલીસે કરાવ્‍યું હતું

(2:19 PM IST)