તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
૨૦ જૂન સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતના અલગ અલગ વિભાગોમાં વરસાદ વરસતો રહેશે
ચોમાસુ નબળુ પડયાના એંધાણ પાંચ દિ' થંડરસ્ટ્રોમની આગાહી : ૨૧-૨૨ જુન પછી ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસાનો વરસાદ આવી શકે : હવામાન ખાતુ

અમદાવાદ તા. ૧૫ : રાજયમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી થઈ છે. આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં; તો સાંજે નવસારી,વલસાડ, દમણ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય બન્યું છે.
૧૬ જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદમાં; ૧૭ જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં ૧૮ જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલીમાં; ૧૯ જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, કચ્છમાં અને ૨૦ જુને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ કચ્છમાં હળવા મધ્યમ વરસાદની આગાહી થઈ છે.
દેશમાં ચોમાસાનું આગમન તો થયું પરંતુ હજુ પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેનું કારણ છે મોન્સૂન બ્રેક. દક્ષિણ ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ તો ગયું પરંતુ હવે તે ધીમું પડી ગયું છે.
પહેલા અંદાજ હતો કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થશે અને આખા રાજયમાં ચોમાસું વરસાદ પડી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજયમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે. જેના કારણે લોકોને ફરીથી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પણ છુટો છવાયો વરસાદ આવતા બફારાનું પ્રમાણ વધ્યું છે.
આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, રાજયમાં ચોમાસુ પ્રવેશ્યું પણ નબળું પડ્યું છે. તેથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે.
આજે પણ મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થન્ડર સ્ટોર્મ ઉપરાંત છુટાછવાયા હળવા વરસાદની આગાહી છે.
જોકે, આગામી કેટલાક દિવસ તાપમાનમાં મોટો ફેરફારની કોઈ સંભાવના નથી. આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદ અને થન્ડરસ્ટોર્મની આગાહી છે. તાપમાન મામલે હાલ કોઈ મોટા ફેરફારની સંભાવના નથી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. નવસારી સુધી ચોમાસાનો પ્રવેશ થયો છે.
એવું મનાય છે કે આગામી ૨૧-૨૨ જૂન પછી ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસાનો વરસાદ આવી શકે છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
