તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
તાલાલા અને સાસણ ગીર ભૂકંપના બે આંચકાથી ધણધણી ઉઠ્યું : રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા
કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું

તાલાલા અને સાસણ ગીરમાં આજે 12 થી લઈને 03 વાગ્યા સુધીના ભૂકંપના બે આંચકાથી ધણધણી ઉઠ્યું હતું. પ્રથમ બપોરના 12:00 વાગ્યાની આસપાસ 1ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. ત્યારબાદ બપોરે 02 અને 47 મિનિટની આસપાસ બીજો એક આંચકો નોંધાયો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની નોંધવામાં આવી હતી.
આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટ તરફ નોંધાયું છે. તો બીજી તરફ બપોરે 1 વાગ્યે આવેલા આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1ની નોંધાઈ હતી. તાલાલાથી 7 કિલોમીટરના દૂરના કેન્દ્ર પર નોંધાયું હતું
પાછલા એક મહિના દરમિયાન તાલાલા અને તેની આસપાસના વિસ્તારમાં 15 કરતાં વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે. જેની તીવ્રતા 01 થી લઈને 3.5 સુધીની નોંધાઈ હતી. આજે પણ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ આવેલા આચકા ની તીવ્રતા રીકટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી જેના કારણે લોકો ભયભીત બની ગયા છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
