તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
વાડીનારમાં આઈઓસી કંપનીના (IOCL ) ચીફ જનરલ મેનેજરનું હાર્ટએટેકથી મોત
રાજીવ ખનુજાને રાત્રે - ઉંઘમાં હૃદયરોગનો હુમલો આવ્યો :પરિવાર તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફેલાયું

દેવભૂમિ દ્વારકાના વાડીનાર ખાતે આવેલ ઈન્ડીયન ઓલ કોર્પોરેશનમાં ચીફ જનરલ મેનેજર પદે ફરજ બજાવતા રાજીવ ખનુજાને રાત્રે - ઉંઘમાં હૃદયરોગનો હુમલો આવી ગયો હતો. જેમાં તેમનું મોત નિપજતાં પરિવાર તેમજ કર્મચારીઓમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.
મળતી માહિતુ અનુસાર મુળ રાજસ્થાનના વતની રાજીવ ખનુજાની તાજેતરમાં જ ઈન્ડીયનઓઈલ કોર્પોરેશન-વાડીનાર ખાતે ચીફ જનરલ મેનેજર પદે નિમણૂંક કરવામાં આવી હતી. દરમિયાન ગુરૂવારે રાત્રે જમીને સુઈ ગયા હતાં. જો કે બીજા દિવસે સવારે પરિવારજનોએ ઉઠાડતા તેઓ ન ઉઠતાં તેમને તાત્કાલિક જામનગરની જી.જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
