તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બાંભણીયા

રાજકોટ તા.૧૬
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બાંભણીયાએ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.15-06-2024ને શનિવારના રોજ કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બાંભણીયાએ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા.
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમેમાં મંદિરના પટાંગણમાં આવેલ શ્રીહરિ મંદિરમાં કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી માર્ગદર્શનથી સ્વેચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંત્રી નીમુબેન બાંભણીયાએ હાજરી આપી હતી. મંદિરના કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
