તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો :ગારીયાધારમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી :શેત્રુંજી નદીમાં નવા નીરની આવક
મોરબા, પાંચ પીપળા, નવાગામ, સાઢખાખરા, સુખપર નાના રાજકોટ સહિતનાં વિસ્તારમાં વરસાદ

ભાવનગર: આજે સતત બીજા દિવસે પણ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ભાવનગર જિલ્લાના ગારીયાધાર પંથકમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ગારીયાધારના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. ગારીયાધારનાં મોરબા, પાંચ પીપળા, નવાગામ, સાઢખાખરા, સુખપર નાના રાજકોટ સહિતનાં વિસ્તારમાં મેઘાએ પધરામણી કરી છે ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગારીયાધારમાંથી પસાર થતી શેત્રુંજી નદીમાં નવા નીરની આવક થઈ છે.
(5:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
