તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
ભાવનગરના પાલીતાણામાં સતત ત્રીજા દિવસે વરસાદ : ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ખેડૂતોમાં ખુશીનો માહોલ
જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

ભાવનગરનાં પાલીતાણાનાં વાતાવરણમાંઅચાનક પલટો આવ્યો છે. સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો.
વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. જીવાપુર, ડુંગરપુર, વિરપુર, લુવારવાવ, ઘેટી, આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ હતો. સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, વરસાદી માહોલ જામતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
