તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારો વરસાદ શરૂ થયો
રવિવારે સાંજે વાતાવરણમાં પલટા સાથે મેઘાડંબર છવાયો

મોરબી : હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં ધીમા પગલે મેઘરાજાનું આગમન થયું હતું. મેઘાડંબર વચ્ચે મોરબી આસપાસના ગામોમાં વરસાદ શરૂ થયો હતો.
મોરબી જિલ્લામાં વાંકાનેર અને ટંકારા પંથકમાં ગઈ કાલે વરસાદ પડ્યો હતો. પરંતુ મોરબી હજુ કોરું રહ્યું હતું. તેવામાં આજે રવિવારે સાંજે વાતાવરણમાં પલટા સાથે મેઘાડંબર છવાયો હતો. અને મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયાના વાવડ મળ્યા હતા. જોકે મોરબી જિલ્લામાં આજે ધીમા પગલે મેઘરાજાનું આગમન થયું હતું.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
