તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી :સાંજે નખત્રાણામાં બે કલાકમાં 1 ઈંચ વરસાદ
- અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા એવામાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા

કચ્છ જિલ્લાના અનેક ભાગોમાં તાપમાન આંશિક ઉચકાતાં લોકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો હતો. એવામાં આજે કચ્છ જિલ્લામાં પણ મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે.
આજે વહેલી સવારથી કચ્છ જિલ્લામાં અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. એવામાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા અને વરસાદી માહોલ જામ્યો હતો. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં સાંજે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં 1 ઈંચ ધોધમાર વરસાર વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
આ ઉપરાંત છેલ્લા બે કલાકમાં મોરબીના વાંકાનેરમાં 7 મિમી, અમરેલીના બાબરામાં અને વલસાડના કપરાડામાં 3-3 મિમી વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 23 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ સવા 9 ઈંચ વરસાદ દેવભૂમિ જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નોંધાયો છે.
આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં દિવસ દરમિયાન અઢી ઈંચ, ભાણવડમાં 2 ઈંચ, રાણાવાવમાં દોઢ ઈંચ અને ભાવનગરના ગારિયાધારમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
