હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

વાંકાનેરઃ વાંકાનેરના માજી રાજવી સ્વ.પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઇ ચંદ્રભાનુસિંહજી ઝાલાના પુત્ર કુ. ભારતેન્દ્રસિંહજી ઝાલાનું (૯ર વર્ષની)જૈફ વયે તા.૧પ ને શનિવારે સ્વર્ગવાસ થયેલ છે. સદગત ભારતેન્દ્રસિંહજી ઝાલા હાલના વાંકાનેરના રાજવી અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના કાકા થાય છે.
વાંકાનેરના પુર્વ રાજવી સ્વ. પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઇ ચંદ્રભાનુસિંહજી ઝાલાના પુત્ર કુ.ભારતેન્દ્રસિંહજી ઝાલાનું ૯ર વર્ષની જૈફ વયે અવસાન થયેલ છે.
તે વાંકાનેરના રાજવી અને રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાના કાકાશ્રીનું તા. ૧પ-૬-ર૪ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. સદગતનું બેસણું તા.૧૭ને સોમવારે સાંજે ૪ થી ૬ રણજીત વિલાસ પેલેસ, વાંકાનેર ખાતે રાખેલ છે. તેમજ સદગતની ઉત્તરક્રિયા તા. ર૧-૬ને શુક્રવારે રણજીત વિલાસ પેલેસ ખાતે રાખેલ છે. રાજ પરિવારના સભ્યના દુઃખદ અવસાનથી પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.
સાંજે બેસણું
વાંકાનેર : મહારાજા અને રાજયસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહજી ડી.ઝાલાના કાકા સાહેબ રાજકુમાર ભારતેન્દ્રસિંહજી ચંદ્રભાનુસિંહજી ઝાલા (હિરા દાદા) (ઉ.વ.૯ર) ને વાંકાનેરના પુર્વ રાજવી સ્વ. પ્રતાપસિંહજી ઝાલાના નાનાભાઇ ચંદ્રભાનુસિંહજીના પુત્ર તથા શ્રી કેશરીદેવસિંહજી ઝાલા (સાંસદ રાજયસભા)ના કાકા સાહેબનું તા.૧પ-૬ના રોજ દેવલોક થયેલ છે. સદગતનું બેસણું તા.૧૭ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રણજીત વિલાસ પેલેસ (રાજ મહેલ) વાંકાનેર ખાતે રાખેલ છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM