હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
વાંકાનેરમાં ઇદ- ઉલ-અદહાનું ઝુલુસ
સામુહિક નમાઝ બાદ એકબીજાને ઇદની શુભેચ્છા પાઠવાઇ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૭: વાંકાનેરમાં આજે ઇદ-ઉલ-અદહા નિમિત્તે ગ્રીનચોક મદિના મસ્જીદેથી મદિના મસ્જીદના મૌલાના મકબૂલ હૂશેન તથા ટ્રસ્ટી હાજી અ.ગફારની આગેવાનીમાં ઇદનું ઝુલુસ શરૂ થઇ, સિપાઇ શેરી માર્કેટચોક, દિવાનપરા થઇ ઇલ મસ્જીદે પહોંચેલ. અહીં મૌલાના મકબૂલ હુશેને ઇદી નમાઝ અદા કરાવી હતી.
આ પ્રસંગે કસ્બા મસ્જીદના મૌલાના તથા કાળૂભાઇ, પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા તથા આયોજક મહંમદભાઇ રાઠોડ હાજર રહ્યા હતા. નમાઝ બાદ ઝુલુસ દિવાનપરાથી પુલ દરવાજા, ચાવડીચોક બજાર થઇ ગ્રીનચોકમાં વિસર્જન થયેલ.
પોલીસ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવાયો હતો. સાથેની તસ્વીરમાં ઇદગાહે ખૂત્બો પઢી રહેલા મદિના મસ્જીદના મૌલાના તેમજ નમાઝમાં હાજર રહેલા મુસ્લિમો જોવા મળે છે.
(11:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
