હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રોલમાંથી દારૂ - બિયર સાથે ૨ ઝડપાયા : કાર સહિત ૫.૬૭ લાખનો મુદ્દામાલ જપ્ત
અંકિત ઉર્ફે બલુ બારોટ અને પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા સામે ગુન્હો : રામશી ઠાકોરની શોધખોળ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧૭ : શ્રી પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ, અશોકકુમાર (આઇપીએસ) પ્રોહીબીશન તથા જુગાર ધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય. જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક પ્રેમસૂખ ડેલૂ (આઇપીએસ) નાઓએ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી. ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ. આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરી તથા સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે જામનગર ગ્રામ્ય તથા ધ્રોલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના મયુરસિંહ પરમાર, હરદીપભાઇ બારડ તથા રૂષિરાજસિંહ વાળાને મળેલ ખાનગી હકિકત આધારે ધ્રોલ ટાઉન માંથી આરોપીઓ (૧) અંકિત ઉર્ફે બલુ મુકેશભાઇ બારોટ રહે. અંધાશ્રમ આવાસ કોલોની, બ્લોક નં. ૭૨ રૂમ નંબર ૧૦ જામનગર તથા (૨) પ્રવિણ ઉર્ફે પવી લક્ષ્મીદાસ ગજરા રહે. દિ.પ્લોટ-૬૪, ગેલેક્સી એપાર્ટમેન્ટ, જામનગર વાળાના કબ્જાની હોન્ડા સીટી કાર માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂના ચપલા નંગ-૪૮૦ કિ.રૂ. ૪૮,૦૦૦ તથા બીયર ટીન નંગ-૯૦ કિ.રૂ. ૯,૦૦૦ તથા મોબાઇલ ફોન-૨ કિ.રૂ. ૧૦,૦૦૦ તથા હોન્ડા સીટી કાર જી.જે.૨૭ એપી ૩૬૯૯ કિ.રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૫,૬૭,૦૦૦ નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. રૂષિરાજસિંહ વાળાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો. હેડ કોન્સ. હરદીપભાઇ બારડએ ઙ્કોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ બીયર સપ્લાય કરનાર રામશીભાઇ ઠાકોર રહે, ગાગોદર તા.રાપર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ. લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. આર.કે.કરમટા, પો.સ.ઈ. પી.એન.મોરી, એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
