હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

જામખંભાળીયા તા. ૧૭ :.. સુરજકરાડી ગામે રહેતા નયનભાઇ નાનજીભાઇ સિંગરખીયા નામના ર૪ વર્ષની યુવાનને આ જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જેમાં યુવતીના પરિવારજનોએ આ બંને વચ્ચે સગાઇ કરવાની ના કહી દીકી હતી. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વ્યથિત અવસ્થામાં રહેતા નયનભાઇ સિંગરખીયાએ ગઇકાલે રવિવારે પોતાના ઘરે રૂમમાં રહેલા પંખામાં ઓછાડ વડે ગળાફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજયું હતું.
આ બનાવની જાણ મૃતકના માતા જશુબેન નાનજીભાઇ સિંગરખીયાએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
કબરકાના યુવાનનું
ગળાફાંસાના કારણે મૃત્યુ
ભાણવડ તાબેના કબરકા ગામે રહેતા લાલુભાઇ ઉર્ફે બાબુભાઇ રણમલભાઇ રાઠોડ નામના ૪૦ વર્ષના યુવાનનું ખાટલાના પાયામાં સાડી વડે ગળાફાંસો ખાઇ જતા મૃત્યુ નિપજયું હોવાની જાણ જીણાભાઇ ડાયભાઇ રાઠોડએ સ્થાનિક પોલીસને કરી છે, જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM