હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે ભીમ અગીયારસ : સાર્વત્રિક વાવણી લાયક વરસાદની આશા : દ્વારકામાં દોઢ ઇંચ
શનિવારથી શરૂ થયેલ વરસાદનો રાઉન્ડ સતત ચાલુ રહે તેવી શકયતાઃ સવારથી ધુપ-છાંવ યથાવત

તસ્વીરમાં ફલ્લા અને અમરેલી જીલ્લામાં પડેલ વરસાદ નજરે પડે છે.
રાજકોટ, તા., ૧૭: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાન યથાવત છે અને હળવો-ભારે વરસાદ વરસી જાય છે.
આજે સવારે દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ પડી જતા સર્વત્ર હરખ છવાઇ ગયો છે. સવારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે અને વધુ વરસાદ પડે તેવી લોકોને આશા છે.
આવતીકાલે તા.૧૮ને મંગળવારે ભીમ અગીયારસ છે. ત્યારે કાલે સાર્વત્રિક વરસાદ વરસી જાય તેવી ખેડુતોને આશા છે.
દ્વારકા
(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકાઃ દ્વારકામાં વહેલી સવારે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. દ્વારકામાં વહેલી સવારે ચાર વાગ્યે ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થઇ હતી. આજે દ્વારકામાં મોસમનો પ્રથમ વરસાદ આઠ વાગ્યા સુધીમાં ૩ર એમએમ નોંધાયો હતો.
અમરેલી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : લીલીયા શહેર જાણીતા ભોરીંગડા-કુંભાણા ખારા હાથીગઢ આસપાસના વિસ્તારમાં બપોર બાદ ધોધમાર બેથી ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોધમાર વરસાદ પડતા નદી-નાળા વરસાદી પાણીથી છલકાયા હતા. પાછલા બે દિવસથી પડી રહેલ વરસાદથી ખેડુતોએ ખુશીનો માહોલ છવાયો છે.
ફલ્લા
(મુકેશ વરીયા દ્વારા) ફલ્લાઃ જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડયા હતા. અડધો ઇંચ વરસાદ (૧પ મી.મી.) નોંધાયો હતો. ફલ્લા નજીકના ખીલોસ, રણજીતપર, લાખાણી, વંથલી, વરણા વગેરે ગામોમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. સીઝનનો પ્રથમ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
